Navsari Constituency

 

We are an organisation that unites people from all political parties, and none, into one effective anti-EU ground campaign, which is working towards winning.

સુરત શહેર, સુરત જીલ્લા અને નવસારી જીલ્લાની ૭ વિધાનસભા બેઠકો મજુરા, ઉધના. લીંબાયત, ચોર્યાસી, નવસારી, જલાલપુર અને ગણદેવી ને આવરી લેતી લોકસભા બેઠક છે. નવસારી લોકસભા બેઠકમાં સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૧, ૨૦, ૨૩, ૨૬,૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮નો સમાવેશ થાય છે. સચિન, કનકપુર, નવસારી, વિજલપોર, ગણદેવી, બીલીમોરા નગરપાલિકા પણ નવસારી લોકસભા વિસ્તારમાં આવે છે. સુરત જીલ્લાનું ચોર્યાસી તાલુકો અને નવસારી જીલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકાનો સમાવેશ નવસારી લોકસભા વિસ્તારમાં થાય છે. સીધી રેખામાં લગભગ ૯૦ કીલીમીટરનો વિસ્તાર સુરત શહેરથી લઈને ચીખલી સુધીનો સમાવિષ્ટ છે.

૨૦૦૮માં અસ્તિત્વમાં આવેલી બેઠકના પ્રથમ સાંસદ બનવાનું સૌભાગ્ય સી.આર.પાટીલને મળ્યું છે. પ્રથમ વખત ૧,૩૨,૬૪૩ મતની સરસાઈ થી અને ૨૦૧૪મા રેકોર્ડ ૫,૫૮,૧૧૬ની સરસાઈથી જીત મેળવી હતી. નવસારીમાં શહેર, ગ્રામીણ વિસ્તારની સાથે જ ઉદ્યોગ, વ્યવસાય અને ખેતી એવા તમામ પ્રકારના વ્યવસાયવાળો વિસ્તાર છે. વૈવિધ્ય વ્યવસાયમાં છે એમજ વસ્તીમાં પણ છે.